અમેરિકાનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુક્રવારે એક કલાક અને 35 મિનિટ માટે અમેરિકાનું પ્રેસિડેન્ટપદ સંભાળ્યું હતું.
પ્રેસિડેન્ટ જો બાઈડનને મેડિકલ ચેકઅપ માટે શુક્રવારે હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યારે હેરીસે આ જવાબદારી સંભાળી હતી.
કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ છે અને તેઓ હંગામી ધોરણે પ્રથમ પ્રેસિડેન્ટ પણ બન્યા હતા. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે, મેડિકલ ચેક અપ દરમિયાન થોડા સમય માટે બાઈડનને એનેસ્થેસિયા આપવાનો હોવાથી તેમણે હેરિસને ટૂંકા સમય માટે સત્તા સોંપી હતી.
પ્રથમવાર એવું બન્યું હતું કે, કમલા હેરિસ બાઈડનની ગેરહાજરીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હોય. એ પછી બાઈડને અમેરિકન સમય પ્રમાણે શુક્રવારે સવારે 11-35 કલાકે ફરી પ્રેસિડેન્ટપદ સંભાળ્યું હતું.
બાઈડેનની ઉંમર 78 વર્ષ છે અને બીજા પ્રેસિડેન્ટની જેમ તેમનું પણ નિયમિત રીતે ચેક અપ થતું હોય છે. અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી બાઈડેનની સાથે સાથે કમલા હેરિસનુ એપ્રૂવલ રેટિંગ પણ ઘટ્યું છે. બાઈડેનનુ રેટિંગ ઘટીને 38 ટકા તો કમલા હેરિસનું રેટિંગ ઘટીને 28 ટકા થયું છે.