ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે નવી દિલ્હીમાં કંગના રનૌતનું પદ્મશ્રી એવોર્ડ 2020થી સન્માન કર્યું હતું. (ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને પાકિસ્તાની મૂળના સિંગર અદનાન સામીનું સોમવારે નવી દિલ્હીમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ 2020 અવૉર્ડ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

એવોર્ડ વિજેતાને બે દિવસમાં ચાર સમારંભમાં એવોર્ડ આપવામાં આવશે. ફિલ્મમેકર્સ કરણ જોહર, એકતા કપૂર અને દિવંગત સિંગર એસપી બાલાસુબ્રહ્મણ્યમ સહિત કુલ 102 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. તેમના સિવાય 10 લોકોને પદ્મ ભૂષણ, જ્યારે 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

અદનાન સામી પાકિસ્તાની મૂળના છે અને 2016માં ભારતના નાગરિક બન્યાં હતા. જાન્યુઆરીમાં એવોર્ડ વિજેતાના નામની જાહેરાત થઈ ત્યારે પાકિસ્તાનની મૂળના સિંગરે એવોર્ડથી વિવાદ પણ થયો હતો. કોંગ્રેસે તેને 130 કરોડ ભારતીય નાગરિકોનું અપમાન ગણાવ્યું હતું.