Indian Bollywood actress Deepika Padukone attends the final day of Lakme Fashion Week (LFW) Winter/Festival 2011 in Mumbai on August 21, 2011. AFP PHOTO/STR (Photo credit should read STRDEL/AFP via Getty Images)

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત પછી તેમના આ પગલા બદલ અનેક કારણો સામે આવી રહ્યા છે. અમુક પોતાની ડિપ્રેશન સાથેની લડાઈ શેર કરી રહ્યા છે તો અમુક સગાવાદનો અનુભવ, જેમાં કંગના રનૌત અને તેની ટીમે ફરી એક વખત નિશાનો સાધ્યો છે અને આ વખતે તેમણે અભિનેત્રી દિપીકા પદુકોણને ચપેટમાં લીધી છે. અભિનેત્રી દીપિકા પદુકોણએ ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યને લઈને અનેક વખત પોતાની વાત રજુ કરી છે. હવે કંગના અને તેની ટીમે દિપીકા પર નિશાનો સાધ્યો છે.

તેણે જણાવ્યું છે કે, દિપીકાને ડિપ્રેશનને એક વ્યવસાય બનાવવા બદલ રિમાન્ડ પર લેવી જોઈએ. દિપિકા પદુકોણ અગાઉ ડિપ્રેશનનો શિકાર બની હતી અને તેમણે લાંબા સમય સુધી આ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં આપઘાત બદલ પણ ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. કંગના અને તેની ટીમે દિપીકાની સાથે મુંબઈ પોલીસને પણ આડે હાથ લીધી છે.

તેણે ટવીટ કર્યુ છે કે, ‘મુંબઈ પોલીસ ખુલ્લી પડી ચુકી છે. સુશાંતનાં પિતા પરિવારે જણાવ્યું કે, તેમને તેમના પર વિશ્વાસ નથી. ડિપ્રેશનનો વ્યવસાય ચલાવતા લોકોને રિમાન્ડ પર લેવા જોઈએ.’ જો કે સુશાંતસિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું તેમ છતાં સુશાંતનાં ચાહકો અને બોલીવુડનાં અમુક કલાકારો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. બોલીવુડના સગાવાદને પ્રોત્સાહન આપતા અને સુશાંત જેવા ટેલેન્ટેડ કલાકારોને તક ન આપતા બોલીવુડનાં અમુક કલાકારો, ડાયરેકટરો વિરુદ્ધ પર ચાહકોએ રોષ ઠાલવ્યો હતો.