(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

હંમેશા વિવાદમાં રહેતી કંગના રનૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવિષ્ય ભાંખ્યું છે. તે ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના કારણે ચર્ચામાં પણ રહે છે. હવે તેણે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે રાજકીય વિશ્લેષણ ટ્વીટપ પર કર્યું છે. તેણે દાવો કર્યો છે કે વર્ષ 2024માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે. આ ટ્વિટ સાથે તેણે એક રીપોર્ટ પોસ્ટ કર્યો છે, જે મુજબ દાવો કરવામાં આવ્યો છે કે, ઓઇસીડી અનુસાર 2022માં ભારતનો વિકાસ દર 12.6% હોવાનો અંદાજ છે. ઓઇસીડી મુજબ ભારતે ઘણાં નાણાકીય સુધારા કર્યા છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની જશે.

કંગના સોશિયલ મીડિયામાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમર્થક છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે દેશને મોદીની જરૂર છે. તે અત્યારે ‘તેજસ’ ફિલ્મમાં કામ કરી છે, જેમાં તે સૈનિકની ભૂમિકા ભજવી રહી છે. ઉપરાંત તે ફિલ્મ ‘ધકડ’ અને થલૈવી ફિલ્મોમાં પણ દેખાશે.