અભિનેતા-ફિલ્મ નિર્માતા ઋષભ શેટ્ટી (ANI Photo)

ઋષભ શેટ્ટીની એક્શન થ્રિલર ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’ બે ઓક્ટોબરે રીલીઝ થયા પછી બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં રૂ.335 કરોડની કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે.ઋષભ શેટ્ટીની આ કન્નડ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી “સુ ફ્રોમ સો” અને “મહાવતાર નરસિમ્હા” ને જોરદાર ટક્કર આપી.

આ ફિલ્મ પહેલાં જ અઠવાડિયે વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બની ગઈ હતી. આ ફિલ્મે રવિવારે રૂ.61.5 કરોડની કમાણી કરી છે અને આ સાથે આ ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન રૂ.223.75 કરોડે પહોંચી ગયું છે અને વર્લ્ડ વાઇડ કલેક્શન રૂ.335 કરોડ થયું હતું.

આ ફિલ્મે પહેલા દિવસે રૂ.67.85 કરોડની કમાણી કરીને ધમાકેદાર શરૂઆત કરી હતી. શુક્રવારે તેમાં 26 ટકાનો ઘટાડો થયો થયો હતો, પરતુ ફરી વીકેન્ડ આવતા ગતિ પકડી અને શનિવારે 55 કરોડ સાથે 21 ટકાનો વધારો નોંધાયો હતો, આ ફિલ્મને એટલું મોટું વીકેન્ડ મળ્યું કે 4 દિવસમાં આ ફિલ્મે વર્લ્ડ વાઇડ રૂ.335 કરોડની કમાણી કરી લીધી હતી.

આ એક કન્નડ ફિલ્મ હોવા છતાં હિન્દી બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ એટલી જ સારી ચાલી રહી છે. ઉદાહરણ તરીકે, રવિવારે આ ફિલ્મને 61.5 કરોડની આવક થઈ હતી, તેમાંથી 23.5 કરોડ હિન્દી ફિલ્મમાંથી હતી, જે કન્નડ વર્ઝનના 15.5 કરોડથી પણ વધુ હતી. તેમાં તેલુગુ વર્ઝનનો હિસ્સો 11.25 કરોડનો હતો, જ્યારે તમિલ વર્ઝનના 6.5 કરોડ અને મલયાલમ વર્ઝનના 4.75 કરોડ હતા.

આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડતાં 2025ની પહેલા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે, બીજા નંબરે ‘મહાઅવતાર નરસિમ્હા’ રહી છે. જેણે વર્લ્ડ વાઇડ 325.75 કરોડની કમાણી કરી હતી. કંતારાની પ્રિક્વલે પવન કલ્યાણની ‘ધ ઓજી’, આમિરની ‘સિતારેં ઝમીન પર’, મલયાલમ હિટ ગણાતી ‘લોકાઃ ચેપ્ટર 1’ અને ‘કેજીએફ ટેપ્ટર 1’ને પાછળ રાખી દીધા છે.

LEAVE A REPLY