(Photo by RAVI RAVEENDRAN/AFP via Getty Images)

સ્વ. રાજ કપૂર પરિવારની પુત્રી અને 1990ના દસકાની અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું તાજેતરમાં અવસાન થયા પછી કરિશ્મા પાસે કેટલી સંપત્તિ છે તે બાબતે ચર્ચા શરૂ થઇ હતી. એક રીપોર્ટ મુજબ કરિશ્મા કપૂર પાસે પતિ પાસેથી પ્રાપ્ત થયેલી સંપત્તિ કરતાં પોતાના બળ પર કરેલી કમાણી વધુ છે.

તેની આવકના સ્ત્રોતમાં વિવિધ ફિલ્મ અને ટીવી શોમાં ભાગ લેવો, બ્રાન્ડ માટે કામ કરવું, બિઝનેસ વેન્ચર્સમાં ભાગીદીરી, બુક રાઇટીંગ વગેરે દ્વારા તેની આવકમાં વધારો થઇ રહ્યો છે. બેબીબોય ડોટકોમમાં કરિશ્મા કપૂરનો સૌથી મોટો હીસ્સો છે.

ફિલ્મ દુનિયા સાથે સંકળાયેલા વિવિધ ડાન્સ અને મ્યુઝિક શોમાં તે જજ તરીકે ઉપસ્થિત રહેવા માટે મોટી ફી વસૂલે છે. આથી સૂત્રોના જણાવ્યા મુજબ તેની પાસે અંદાજે રૂ. 120 કરોડની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY