અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર (ડાબી બાજુ બીજા ક્રમે)નો ફાઇલ ફોટો (Photo by PAL PILLAI/AFP via Getty Images)

ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બુધવારે ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મરીથી પંજાબમાં ડ્રગ્સ લાવવાના કેસમાં ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એનસીબીએ ચરચના બે કંસાઇનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઇ બાઇક પર લઇને આવ્યા હતા. આ કેસમાં લગભગ 25 કિલો ચરસ પકડવામાં આવ્યું હતું.

આ કેસમાં તપાસ દરમિયાન એનસીબીને તેમાં અંડરવર્લ્ડના તાર જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. તેનાથી એનસીબીએ ઇકબાલ કાસકરની કસ્ટડી છે. કેસની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફંડિંગ અને ડ્રગ્સની સપ્લાઇમાં અંડરવર્લ્ડ સામેલ હોવાના પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે. તેના આધારે એનસીબીએ મુંબઇમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.