અસાધારણ શાહી ઇન્ટરવ્યુમાં મેગને કહ્યું હતું કે ‘’તેની જેઠાણી કેટે તેના વિન્ડસર કાસલ ખાતે થયેલા લગ્ન પહેલા રાજકુમારી શાર્લોટ સહિતની ‘ફ્લાવર ગર્લ્સ’ના ડ્રેસીસ બાબતે તેણીને રડાવી હતી. તેણી (કેટ) કોઇક બાબતે અસ્વસ્થ હતી, તેણીએ માફી માંગી હતી અને મારા માટે ફૂલો લાવ્યા હતા અને તેની સાથે એક ચિઠ્ઠી પણ આપી હતી. મેં હવે કેટ મિડલટનને માફ કરી દીધા છે અને તેઓ સારી વ્યક્તિ છે.”