(ANI Photo)

દિલ્હીના એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ સાથે જોડાયેલ મની લોન્ડરિંગની તપાસના કનેક્શનના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે હૈદરાબાદમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતાં. કે કવિતા તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. દિલ્હીની કોર્ટે કવિતાને 23 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યાં હતા.

કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ શુક્રવારે સવારે હૈદરાબાદમાં કે કવિતાના પરિસરમાં દરોડા પાડ્યા હતાં અને પછી તેમની ધરપકડ કરી હતી. ઇડીએ દાવો કર્યો હતો કે કવિતા શરાબ વેપારીઓની સાઉથ લોબી સાથે જોડાયેલા છે. આ લોબીએ 2021-22માં દિલ્હી એક્સાઇઝ નીતિમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ કૌભાંડના એક અરોપી વિજય નાયરે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી AAP નેતાઓ વતી ઓછામાં ઓછા રૂ.100 કરોડની લાંચ લીધી હતી.

આ ગ્રૂપ સરથ રેડ્ડી, કવિતા અને મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડીની માલિકીનું હોવાનું માનવામાં આવે છે .બીજી તરફ દિલ્હીના શરાબ કૌભાંડના મામલામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થયા હતાં અને કોર્ટે તેમને જામીન આપ્યા હતા. શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલામાં સમન્સ આપવામાં આવ્યા હોવા છતાં હાજર ન થવા બદલ ઇડીએ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ કરી છે. કોર્ટમાં હાજર થતાં પહેલા કેજરીવાલ ઇડીના આઠ સમન્સ ટાળી ચુક્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહ હાલમાં જેલમાં છે.

LEAVE A REPLY

5 × 5 =