(ANI Photo/FBI Sacramento)

ખાલિસ્તાની આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને ટૂંક સમયમમાં અમેરિકાથી ભારત લવાશે. એપ્રિલમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ તેની ધરપકડ કરી હતી અને તે પછી તે આઇસીઇની કસ્ટડીમાં છે.

હેપ્પી પાસિયા પંજાબમાં ઓછામાં ઓછા 16 આતંકવાદી હુમલાઓના કેસોમાં વોન્ટેડ છે અને તેના પર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને ખાલિસ્તાની આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સહયોગ કરવાનો આરોપ છે. તેને પંજાબ અને અમેરિકામાં પોલીસ સ્ટેશનો પર અનેક હેન્ડગ્રેનેડ હુમલાઓ કરેલાં છે.

પંજાબના અમૃતસરના રહેવાસી પાસિયાની 18 એપ્રિલે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને ICEની ટીમો અમેરિકામાં ધરપકડ કરી હતી. તેની ધરપકડ પછી એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે ન્યાયની ખાતરી આપીને 22 એપ્રિલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે હરપીત સિંહને ઝડપી લેવામાં આવ્યો છે, જે અમેરિકામાં એક કથિત વિદેશી આતંકવાદી ગેંગનો સભ્ય છે, તે ભારત અને અમેરિકા બંનેમાં પોલીસ સ્ટેશનો પર અનેક હુમલાઓમાં સામેલ હતો. એફબીઆઈ સેક્રામેન્ટોએ સ્થાનિક તેમજ ભારતમાં અમારા ભાગીદારો સાથે સંકલન કરી તપાસ હાથ ધરી હતી. તમામે ઉત્કૃષ્ટ કામગીરી કરે છે અને ન્યાય થશે. એફબીઆઈ હિંસા કરનારાઓને શોધવાનું ચાલુ રાખશે.

ભારતની આતંકવાદ વિરોધી એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જાન્યુઆરીમાં પાસિયા પર 5 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી.

હરપ્રીત સિંહ તેની યુવાનીમાં દારૂ અને ડ્રગ્સની દાણચોરી કરતો હતો. આ પછી જગ્ગુ ભગવાનપુરિયા સહિતના આતંકવાદીઓ અને ગુંડાઓ સાથે જોડાયો હતો. તે ગ્રેનેડ હુમલામાં નિષ્ણાત માનવામાં આવે છે. 2018માં તે દુબઈ ગયો અને 2019માં ભારત પરત ફર્યા પછી તેને હુમલા ચાલુ રાખ્યાં હતાં.

2021માં તે અમેરિકા પહોંચ્યો હતો અને ભગવાનપુરિયાના ગુંડા ધર્મન કહલોન અને અમૃત બાલ સાથે રહેવા લાગ્યો હતો. તે અમેરિકામાં પાકિસ્તાનના ખાલિસ્તાની આતંકવાદી હરિન્દર સિંહ રિંડાને મળ્યો હતો અને ભારતમાં પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)નો સક્રિય સભ્ય બન્યો હતો.

LEAVE A REPLY