) (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મોતની સજાની સમીક્ષા કરવાની સરકારની દરખાસ્તને પાકિસ્તાનની સંસદિય પેનલે મંજુરી આપી હતી. મિડિયા રિપોર્ટનાં અનુસાર આંતરરાષ્ટ્રીય કોર્ટની સુચનાનું પાલન કરતા કુલભુષણ જાધવનાં મોતની સજાની સમીક્ષા માટે સરકારે બિલને મંજુરી આપી હતી.

આ પહેલા કુલભુષણ જાધવ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલા બચાવ પક્ષનાં વકીલે કોર્ટમાં રજુ થવાનો ઇન્કાર કર્યો હતો, ઇસ્લામાબાદ હાઇકોર્ટનાં બે સિનિયર વકીલ આબિદ હસન મિંટો અને મખદુમ અલી ખાનને બચાવ પક્ષનાં વકીલ તરીકે નિયુક્ત કર્યા હતાં, પરંતું બંને વકીલોએ કુલભુષણ જાધવનાં કેસ લડવાથી ઇન્કાર કર્યો હતો.પાકિસ્તાનની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા જાહિદ ચૌધરીએ કહ્યું કે ભારત સતત બહારનાં વકીલની માંગ કરી રહ્યા છે, આ અવાસ્તવિક છે.