(ANI Photo)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધરમસાળામાં રમાઈ ગયેલી ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચમાં પહેલા દિવસે ગુરૂવારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ટેસ્ટ ક્રિકેટના 100 વર્ષના ઈતિહાસમાં કોઈને મળી નથી એવી સિદ્ધિ હાંસલ કરી હતી.

યાદવે પોતાની ફક્ત 12 ટેસ્ટ મેચની 21મી ઈનિંગમાં 50મી વિકેટ લીધી હતી. તેણે સૌથી ઓછા – 1871 બોલમાં આ સફળતા હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટના 100 વર્ષના ઈતિહાસમાં આટલી ઝડપી 50 વિકેટ હજી સુધી બીજા કોઈ બોલરને મળી નથી. કુલદીપે ટેસ્ટ ક્રિકેટમાં ચાર વખત પાંચ કે તેથી વધુ વિકેટની સિદ્ધિ પણ નોંધાવી હતી.

LEAVE A REPLY

2 − 2 =