(ANI Photo)

વારાણસીની વિશેષ કોર્ટે બુધવારે ગેંગસ્ટર મુખ્તાર અંસારીને બંદૂકના બનાવટી લાઇસન્સના એક કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસ ત્રણ દાયકા જૂનો છે. ન્યાયાધીશ અવનીશ ગૌતમની વિશેષ MP-MLA કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

અંસારી વિરુદ્ધ ડિસેમ્બર 1990માં ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરાયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, અંસારી બાંદા જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની સુનાવણી દરમિયાન હાજર થયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અંસારી વિરુદ્ધ ઉત્તરપ્રદેશ, પંજાબ, નવી દિલ્હી અને અન્ય રાજ્યોમાં આશરે 60 કેસ પેન્ડિંગ છે. તેને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

મુખ્તાર અન્સારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે સંકળાયેલો રહ્યો છે. હાલમાં તેની ઉંમર લગભગ 60 વર્ષ છે. છેલ્લે તે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે સંકળાયેલો હતો. તેના પરિવારમાંથી કેટલાક લોકો રાજકારણ સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY

ten + eighteen =