(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

અમેરિકાના લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનું પુનરાગમન થવાનો નિર્ણય તો ક્યારનોય લેવાઈ ગયો હતો, હવે તેનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. ટી-20 ફોર્મેટમાં મહિલા અને પુરૂષ વર્ગમાં છ-છ ટીમો ભાગ લેશે.

12 જુલાઈથી મેચો શરૂ થશે અને પ્રાથમિક રાઉન્ડ્સ પછી મેડલ માટેની મેચો 20 જુલાઈ અને 29 જુલાઈ, 2028ના રોજ રમાશે. દરેક ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરી શકાશે.

પોમોનાના ફેરપ્લેક્સ ગ્રાઉન્ડસમાં આ તમામ મેચો સ્થાનિક સમય મુજબ સવારે 9.00 અને સાંજે 6.30 કલાકે રમાશે. 14 અને 21 જુલાઈના રોજ કોઈ મેચ નહીં રમાય. ભારતીય ચાહકો માટે મેચના સમય રાત્રે 9.30 અને બીજા દિવસે સવારે 7.00 કલાકના રહેશે.

કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની ક્રિકેટ 1998માં અને મહિલાઓની 2022માં રમાઈ હતી, તો એશિયન ગેમ્સમાં પુરૂષો અને મહિલાઓ, બન્ને વર્ગની ક્રિકેટ સ્પર્ધાઓ 2010, 2014 અને 2023માં રમાઈ હતી.

LEAVE A REPLY