Staffordshire Bull Terrier (Photo by BEN STANSALL/AFP via Getty Images)

બર્મિંગહામના સનબીમ વે, કિટ્સ ગ્રીન ખાતે રહેતા ભાઈએ માનસિક તંદુરસ્તી સુધારવા માટે ખરીદીને આપેલો કુતરો 21 વર્ષીય બહેન કાઇરા લાડલોના મોતનું કારણ બન્યો હોવાનું ઇન્કવેસ્ટમાં જણાવવામાં આવ્યું હતું. કૂતરા દ્વારા હુમલો કરાતા મહિલાનું મોત નીપજ્યું હતું.

અસ્થિર માનસિક તંદુરસ્તીને કારણે તેના ભાઈના ઘરે રહેવા ગયેલી કાયરા લાડલો તા. 5 ફેબ્રુઆરીના રોજ ઘરની લાઉન્જમાં ઉંધા માથે લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. જ્યારે કુતરો સ્ટેફર્ડશાયર બુલ ટેરિયર ક્રોસ, ગુચી ખૂણામાં બેસેલો જણાયો હતો.

કાયરાના ભાઇ કેડેન બેરેટે કહ્યું હતું કે ‘’તે કૂતરાના સ્વભાવથી હંમેશાં ખુશ રહેતો હતો. પરંતુ હવે તે “અપરાધની ભયંકર ભાવના” અનુભવે છે. કુતરો ગચી બહેન સાથે સારી રીતે સેટલ્ડ થઇ ગયો હતો. મૃત્યુની આગલી રાત્રે, કાયરાએ મને કહ્યું હતું કે તેને લાગે છે કે ગુચી તેને કરડશે. પરંતુ મને લાગ્યું હતું કે તેણે દવા લીધી નહિં હોય તેથી તેને આવું લાગી રહ્યું છે. તા. 5ના રોજ ગુચીને બહેન સાથે પથારીમાં સૂવડાવીને કામ પર ગયો હતો અને બપોરે 2 વાગ્યે પરત આવીને જોતાં કાયરા નિર્જીવ હાલતમાં મળી આવી હતી.’’

બર્મિંગહામના આસીસ્ટન્ટ કોરોનર રેબેકા ઓલિવરે કોરોનર કોર્ટમાં ગુરુવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ‘’શ્રીમતી લાડલો ફેબ્રુઆરીમાં ઘણી બધી ઈજાઓના કારણે મૃત્યુ પામી હતી. ડો.સૈયદ ફૈઝલ હકએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે કાયરા તેણી ભાવનાત્મક અસ્થિર પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે અને તેને એન્ટીડિપ્રેસન્ટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હતી.

પડોશીઓએ સવારે 10થી 11ની વચ્ચે કૂતરાને  ભસતા અને સીડી ઉપર દોડતી સ્ત્રીની ચીસો સંભળી હોવાનું જણાવ્યું હતું.