ઇંગ્લેન્ડના વિદ્યાર્થીઓને કોવિડ કેચ-અપ યોજના અંતર્ગત 100 મિલિયન કલાકનું ટ્યુશન આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા £1.4 બિલિયન વાપરવામાં આવશે. જો કે તે અભ્યાસક્રમ માટે પૂરતા રહેશે નહીં એવી ચેતવણી આપવામાં આવી છે. આ નાણાં વંચિત વિદ્યાર્થીઓના દરેક 15 કલાકના એક એવા ટ્યુટરિંગ અભ્યાસક્રમોના 6 મિલિયન સેટ પાછળ વપરાશે.

વિદ્યાર્થીઓને રોગચાળા પછી શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી હોવાના કારણે આ ટ્યુશનની ઓફર કરવામાં આવશે. 16થી 19 વર્ષના બાળકોને ઇંગ્લિશ અને ગણિત શિખવવામાં આવશે એમ શિક્ષણ વિભાગે (ડીએફઇ) જણાવ્યું હતું. તેમાં શિક્ષકો માટે વધારાની તાલીમ અને સહાયની પણ જોગવાઈ કરાઇ છે. યર 13ના કેટલાક વર્ષ વિદ્યાર્થીઓને તેમના અંતિમ વર્ષનું પુનરાવર્તન (રી-ટેક) કરવાની મંજૂરી આપવા માટે નાણાંની જોગવાઈ કરાઇ છે. શાળાઓના દિવસો 30 મિનિટ સુધી લંબાવવાની યોજના છે.