Getty Images)

ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. સંક્રમણનો આંકડો દરરોજ ચોંકાવનારો આવે છે. મહાનગરોની સાથે સાથે નાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પોતાની પકડ જમાવી હોય તેમ દરરોજ નોંધાતા કેસનો આંકડો 900ને પાર આવી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે આંકડો 900 પાર રહ્યો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 925 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2081 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 44,648 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કુલ 925 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 173 અને જિલ્લામાં 63 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 159 અને જિલ્લામાં 14 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 61 અને જિલ્લામાં 16 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 39 અને જિલ્લામાં 15, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 33 અને જિલ્લામાં 28 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 11,153 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 31,346 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2081 થયો છે.સુરત કોર્પોરેશન વિસ્તાકમાં 173 અને જિલ્લામાં 63 કેસ સાથે કુલ 236 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં આજે 223 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 5 દર્દીઓના મોત થયા છે.

સુરતમાં સંક્રમિતોનો કુલ આંકડો 8,642 પર પહોંચ્યો છ અને કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,538 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં સુરતમાં 230 દર્દીના મૃત્યુ થયા છે.અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 159 અને જિલ્લામાં 14 કેસ સાથે કુલ 173 કેસ નોંધાય છે. જ્યારે 212 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 2ના મોત થયાં છે. અમદાવાદમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23,599 થઈ છે જેમાંથી 3735 એક્ટિવ કેસ છે જ્યારે 18,335 દર્દીઓ સ્વસ્થ થયાં છે. અમદાવાદમાં કુલ મૃતકઆંક 1529 થયો છે.