FILE PHOTO: Fahim Saleh, Co-founder/CEO of Gokada explains his company's operation during an interview with Reuters in Lagos, Nigeria May 3, 2019. Picture taken May 3, 2019. REUTERS/Temilade Adelaja/File Photo

ન્યૂયોર્ક સ્થિત લક્ઝરી એપાર્ટમેન્ટમાં બાંગ્લાદેશી મૂળની બે કંપનીઓના CEO ફહિમની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. તેના શરીરના ટુકડા એપાર્ટમેન્ટના જુદા જુદા ભાગોમાં વેરવિખેર મળ્યા હતા. ઘટના સ્થળેથી ઇલેક્ટ્રિક આરી પણ મળી છે. પોલીસ તેને ધંધાકીય દુશ્મનાવટ સંબંધિત કેસ માને છે. ફહિમની બહેન મંગળવારે બપોરે તેના એપાર્ટમેન્ટમાં આવી હતી. પોલીસને શંકા છે કે હત્યારો ત્યારે ઘરમાં જ હતો કેમકે ઇલેક્ટ્રિક આરી લાશની બાજુમાં ચાલુ હાલતમાં મળી હતી. જોકે, શંકાસ્પદ બીજા દરવાજેથી નાસી છૂટયો હતો.

પોલિથીન બેગમાંથી માથાના અને શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. ધડ, માથું, પગ અને હાથ કાપીને અલગ કરી દેવામાં આવ્યા હતા. સાલેહની બહેને જણાવ્યું હતું કે, તે તેના ભાઈને મળવા આવી હતી કારણ કે ફહિમ ફોન ઉપાડતો ન હતો. સાલેહ એક નાઇજિરિયન રાઇડિંગ અને ડિલિવરી એપ્લિકેશન કંપનીનો CEO હતો. આ સિવાય તે બાંગ્લાદેશમાં ‘પાથો’ નામની આવી જ એક કંપની ચલાવતો હતો. તે યુવા અને ધનિક ઉદ્યોગપતિઓમાં ગણાતો હતો.

જે એપાર્ટમેન્ટમાં તેની હત્યા કરવામાં આવી હતી તેની કિંમત આશરે 22 લાખ ડોલર હોવાનું મનાય છે. પોલીસે કેટલાક CCTV ફૂટેજ કબજે કર્યા છે. આમાંના એક ફૂટેજમાં, સાલેહ લિફ્ટ પર દેખાય છે. સાથે, અન્ય વ્યક્તિ બ્લેક સુટમાં દેખાય છે. તેણે માસ્ક અને મોજા પહેર્યા છે. પોલીસને શંકા છે કે હત્યારો ફહિમ સાથે નજીકનો અને પરિચિત હતો. આ મામલો વ્યવસાયિક દુશ્મનાવટ સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખૂની પ્રોફેશનલ હતો અને તે એપાર્ટમેન્ટના દરેક ભાગથી પરિચિત હતો. તે શબને પોતાની સાથે લઇ જવા માંગતો હતો, પરંતુ આ કાવતરું ફહિમની બહેને નિષ્ફળ બનાવ્યું હતું.