લેસ્ટરના એઇલસ્ટોન પાર્ક નજીકના ગ્રેસ રોડ પર મંગળવાર, 12 જાન્યુઆરીના વહેલી સવારે 5.20 વાગ્યે તકરાર કરી લોકોને ખલેલ પહોંચાડનાર બાદ 18 થી 23 વર્ષની વયના સાત યુવાનોને કોવિડ-19 નિયમો તોડવા બદલ £200નો દંડ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ પૂછપરછ બાકી છે.

પોલીસનું માનવું છે કે આ લડાઇમાં સંખ્યાબંધ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો શામેલ હતા. ઘટના સ્થળેથી એક છરી મળી આવી છે, જોકે કોઈ ઘાયલ થયુ હોય તેવા સમાચાર નથી.

પોલીસ અધિકારીઓ આવે તે પહેલાં સંખ્યાબંધ પુરૂષો અને મહિલાઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. જો કોઈ માહિતી હોય કે કાર ડેશકેમ ફૂટેજ હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.