હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ફ્રાન્સના જોડિયા શહેર ડુઆઈની મુલાકાત લઇ ૧૬મી સદીના ઐતિહાસિક ફેટેસ ડી ગાયન્ટ ઉત્સવમાં ભાગ લીઘો હતો. ઉત્સવમાં ૧૦,૦૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. જ્યાં વિશાળ પ્રતિમાઓ, સંગીત અને જીવંત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા અને ડુઆઈના વારસાની ઉજવણી કરવામાં આવી હતી.
બન્ને શહેરો વચ્ચેની ૪૦ વર્ષથી વધુની મિત્રતાને ચિહ્નિત કરતી મુલાકાત દરમિયાન, મેયર અંજના પટેલ ડુઆઈના મેયર ફ્રેડરિક ચેરો સાથે સિવિલ લંચ માટે જોડાયા હતા અને ભેટોની આપ-લે કરી હતી.
મુખ્ય મુદ્દાઓમાં ૨૫ વર્ષમાં પહેલીવાર ડુઆઈમાંથી પસાર થતો ટુર ડી ફ્રાન્સ અને મ્યુનિસિપલ બેન્ડ દ્વારા એક કોન્સર્ટનો સમાવેશ થાય છે.
મેયર અંજના પટેલે શહેરના આતિથ્ય અને સાંસ્કૃતિક ગૌરવની પ્રશંસા કરી, આ પ્રવાસને “એક વિશેષાધિકાર” ગણાવ્યો હતો અને હેરોના રહેવાસીઓને ઉત્સવનો અનુભવ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ડુઆઈના મેયરને ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. જેનું પેરિસમાં નિર્માણા થઇ રહ્યું છે.
