5,000 વર્ષ કરતાં પણ વધુ જૂના પ્રાચીન ઉત્સવ રથયાત્રા પ્રસંગે લેસ્ટરમાં રવિવાર, 2 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) દ્વારા શહેરના સીટી સેન્ટરમાં રથયાત્રા – શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ભગવાન જગન્નાથ અને માતા સુભદ્રાની પ્રતિમાઓ સાથેના 40 ફૂટ ઉંચા રથ સાથેની યાત્રા સીટી સેન્ટર થઇને બેલગ્રેવમાં ગોલ્ડન માઇલ તરફ લઇ જવાઇ હતી અને કોસિંગ્ટન પાર્ક ખાતે સમાપ્ત થઇ હતી. જ્યાં જોડાયેલા તમામ લોકોએ પ્રસાદનો લાભ લીઘો હતો.

ઇસ્કોન લેસ્ટરના પ્રમુખ પ્રદ્યુમ્ન દાસે જણાવ્યું હતું કે: “લેસ્ટરમાં રથયાત્રાની આ 30મી વર્ષગાંઠ છે અને તેની ઉજવણી કરવા અમે સૌ ખૂબ જ ઉત્સાહિત છીએ. આનંદ આપતા આ તહેવારે લોકોમાં આકર્ષણ જમાવ્યું છે અને ખૂબ જ પ્રિય ઉત્સવ બની ગયો છે. જે તમામ સમુદાયના લોકોને એક સાથે લાવે છે.

(તસવીર સૌજન્ય: ઇસ્કોન લેસ્ટર)

LEAVE A REPLY