યુકેમાં ઑફિસમાં કામ કરતા કર્મચારીઓની ઓછી હાજરીના કારણે આર્થિક રીકવરીમાં મુશ્કેલી ઉભી થઇ છે. મળેલા ડેટા મુજબ ટ્રાન્સપોર્ટ, હેલ્થ કેર અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નોકરીઓમાં વધારો થયો છે પરંતુ વ્હાઇટ-કોલર નોકરીઓ કરતા લોકો હજુ પૂરતા પ્રમાણમાં ઓફિસે પાછા આવ્યા નથી.

લિંક્ડડિનના ડેટા અનુસાર મીડિયા, સોફ્ટવેર અને ફાઇનાન્સ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકો હજૂ પણ ઘરે રહીને કામ કરે છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સમાં કામ કરતા કામદારોની ભરતીની સંખ્યામાં દર વર્ષે 18%નો વધારો થયો છે. ડિલિવરી ડ્રાઇવર તરીકે લોકો મોટા પ્રમાણમાં જોડાય છે. હેલ્થકેર અને બાંધકામમાં નવી નોકરીઓ અનુક્રમે 12% અને 9% જેટલી વધારે છે.

બીજી તરફ સોફ્ટવેર અથવા આઇટી કંપનીઓમાં નવી નોકરીઓના દરમાં દર વર્ષે 9%નો ઘટાડો થયો છે, જ્યારે ફાઇનાન્સ અને લો ફર્મમાં નોકરીના દરમાં લગભગ દસમા ભાગનો ઘટાડો થયો છે. મીડિયામાં નવી નોકરીઓનો દર ગયા વર્ષ કરતા 17% ઓછો છે.

લેઝર ઉદ્યોગો કોવિડ-19 કટોકટીથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. એન્ટરટેમેન્ટ વર્કર્સ માટેની નવી નોકરીઓમાં 30%નો ઘટાડો થયો છે અને રીક્રીએશન અને ટ્રાવેલ કામદારો માટે નવી નોકરીઓનો દર 31% નીચે થયો છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ આગાહી કરે છે કે ‘’ચોથા ક્વાર્ટરમાં યુકેની બેકારી 8.3% સુધી પહોંચશે. જે જૂનમાં 3.9% હતી.