ફાઇલ તસવીર (ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડિંગ )(ANI Photo)

ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર સૂઈ ગયું છે, પરંતુ તે તેની ઊંઘમાંથી જાગી જવાની શક્યતાને નકારી શકાતી નથી. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સોફ્ટ લેન્ડિંગ અને તે પછીના 14 દિવસના પ્રયોગોનો  હતો. તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે.

કોચીમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2023માં સોમનાથે જણાવ્યું હતું કે હવે તે ત્યાં શાંતિથી સૂઈ ગયું છે…તેને સારી રીતે સૂવા દો..આપણે તેને ખલેલ ન પહોંચાડવી જોઇએ..તે પોતાની મેળે ઉઠવા માંગે છે, ત્યારે તે ઉઠશે.

ઇસરોને હજુ પણ આશા રાખે છે કે રોવર ફરી જીવંત થશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આશા રાખવાનું કારણ છે. લેન્ડર અને રોવર મિશનમાં સામેલ હતા. લેન્ડર એક વિશાળ માળખું હોવાથી તેનું સંપૂર્ણ પરીક્ષણ થઈ શક્યું ન હતું. પરંતુ રોવરનું માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ પર પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે આટલા ઓછા તાપમાને કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

five − four =