પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ત્રણ રાજ્યોમાં 2020માં ત્રાટકેલી આશરે 769 કિલોમીટર લાંબી વીજળીને વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન (WMO)એ અત્યાર સુધી નોંધાયેલી સૌથી લાંબા અંતરની વીજળી જાહેર કરી છે. આકાશમાં વીજળીનો ઝબકારો દેખાઈ હતો તે અંતર લંડનથી જર્મનીના હમબર્ગ શહેર જેટલું લાંબુ હતું.

આ વિક્રમજનક વીજળીની ઘટના 29 એપ્રિલ 2020ના રોજ બની હતી. તે દક્ષિણ અમેરિકાના મિસિસિપિ, લુઇસિયાના અને ટેક્સાસના આકાશમાં દેખાઈ હતી. તેની ચોક્કસ લંબાઈ 768 કિમી અથવા 477.2 માઇલ હતી, એમ યુએનની ઇન્ટરગવર્નમેન્ટલ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું. આ વીજળીની લંબાઈ ન્યૂ યોર્ક સિટીથી ઓહાયોના કોલંબસ જેટલા અંતરથી અથવા લંડનથી જર્મનીના હમબર્ગ શહેર જેટલા અંતરની હતી.

WMO એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે વીજળીના સૌથી લાંબા સમય સુધીના ઝબકારોનો રેકોર્ડ ઉરુગ્ગવે અને ઉત્તર આર્જેન્ટિનામાં નોંધાયો હતો. આ બંને દેશોના આકાશમાં વીજળી 17.102 સેકન્ડ (પ્લસ માઇનસ 0.002 સેકન્ડ) સુધી દેખાઈ હતી. આ ઘટના 18 જૂન 2020ના રોજ નોંધાઈ હતી.

અમેરિકામાં સૌથી લાંબા અંતર સુધીની વીજળીનો આ રેકોર્ડ અગાઉના રેકોર્ડ કરતાં 60 કિમી વધુ છે. આ પહેલા સૌથી લાંબા અંતર સુધી વીજળીના ઝબકારોનો રેકોર્ડ 31 ઓક્ટોબર 2018માં બ્રાઝિલમાં નોંધાયો હતો. બ્રાઝિલના આકાશમાં 709 કિમી લાંબા અંતર સુધી આ વીજળીનો ઝબકારો દેખાયો હતો. તે સમયે 449.6 સેકન્ડના સમયગાળા સુધી વીજળી થઈ હતી. અમેરિકામાં વીજળીનો આ રેકોર્ડ઼ને ગો-ઇસ્ટ સેટેલાઇટના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ વીજળી સંપર્ણ દક્ષિણ અમેરિકામાં દેખાઈ હતી.