Lohana-South-London

લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા મંદિર સ્થાપના પ્રોજેક્ટ પૂર્ણ કરાયા બાદ હવે 20મી માર્ચ 2022 રવિવારના રોજ મંદિરનું ભવ્ય ઉદઘાટન કરાનાર છે. ટ્રસ્ટના અગ્રણીઓએ સમુદાયને નવા પરિમાણમાં લઈ જવાનું વચન આપી ખાતરી આપી હતી કે LCSL કોમ્યુનિટી સેન્ટરનો વધુ સારો ઉપયોગ કરાશે.

લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પી વી રાયચૂરા સેન્ટર, ક્રોયડન CR0 1SH  ખાતે સવારે 10-45 કલાકે સ્વાગત, 10.50 કલાકે શુબારંભ, 11 કલાકે LCSLના ઇતિહાસની વિડીયો પ્રસ્તુતી કરાશે તે પછી ગણપતિ નૃત્ય, ભોજન, ધજારોહણ અને ગણેશ પૂજા, બાળકોની આર્ટ કોમ્પીટીશન, ગણેશ નૃત્ય અને સમુહ પૂજા થશે.

એપ્રિલ માસમાં રવિવાર 3જી એપ્રિલે માતાજીની ઉજવણી બપોરે 1:00 વાગ્યાથી, 10મી એપ્રિલે રામ પરિવાર અને હનુમાન દાદાની ઉજવણી બપોરે 2 વાગ્યાથી, 14મી એપ્રિલ ગુરૂવારે શિવ પાર્વતી પ્રદોષ પૂજા સાંજે 6 વાગ્યાથી, 16મી એપ્રિલે શ્રીનાથજી અને રાધા કૃષ્ણની ઉજવણી બપોરે 1 વાગ્યાથી અને 17મીએ રવિવારે જલારામ બાપાની ઉજવણી બપોરે 1 વાગ્યાથી થશે.

સંપર્ક: અજય જોબનપુત્રા – LCSL પ્રમુખ અને RA ચેરમેન, 07710 236 542.