trs foods chilli day

TRS ફૂડ્સે તા. 24 ના રોજ આધાશીશી/માથાનો દુખાવો દૂર કરવાના ઉપાય અને મરચાં વિશેની ટોચની ત્રણ હકીકતો શેર કરીને નેશનલ ચીલી ડેની ઉજવણી કરી હતી. નેશનલ ચીલી ડેની ઉજવણી અંતર્ગત ઘણી રેસ્ટોરન્ટ્સે તેમની પોતાની અનન્ય વાનગીઓના મફત નમૂનાઓ ઓફર કરે છે.

ટીઆરએસ ફૂડ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વિશ્વભરમાં મરચાંનો ઉપયોગ મનપસંદ રેસીપીને તીખી કરવા માટે થાય છે. તે વિટામિન સીના સેવનને વધારવામાં અથવા માથાનો દુખાવો સામે લડવામાં પણ મદદ કરે છે. સાત સૂકા લાલ મરચાં કાળા ન થાય ત્યાં સુધી 150 ગ્રામ ઘીમાં તળી લેવાં. તે પ્રવાહીને ઠંડુ કરી તેના વડે કપાળમાં થોડી માત્રામાં માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. લોકો લગભગ 10,000 વર્ષોથી મરચાંનો ઉપયોગ કરી રહ્યાં છે અને તે વિશ્વભરમાં સૌથી સામાન્ય મસાલાઓમાંનો એક છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં મજબૂત મૂળ સાથે, મરચા ભોજનની તીખું કરવા માટે સૌથી વધુ જાણીતા છે. હળવા કાશ્મીરી મરચાંથી લઈને સૌથી ગરમ મરી, કેરોલિના રીપર મળી મરચાંની 400થી વધુ જાતો છે.’’

TRSએ દાવો કર્યો હતો કે તેનુ એક્સ્ટ્રા હોટ ચીલી પાઉડર એક વર્ષ સુધી ટકી શકે છે. વધુ વિગતો માટે જુઓ www.trs.co.uk