પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મંગળવારની સવારે લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના તમામ મુસાફરોના એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં આવેલા 246 મુસાફરોનો ઈન્ટરનેશનલ ટર્મિનલ ખાતે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જે પેસેન્જરનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ જણાશે તેને સીધો હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને 7 દિવસ સુધી રાજ્ય સરકારના તબીબોની દેખરેખ હેઠળ ઘરે હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. RT-PCR ટેસ્ટની કામગીરી દરમ્યાન પેસેન્જરોને હાલાકી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું.