ભારતના સ્વાતંત્ર્ય દિન પ્રસંગે તા. 15 ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકે લંડન ત્રિરંગા ગ્રુપ દ્વારા નોર્થ વેસ્ટ લંડનમાં એક સ્કૂટર – મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ પોતાના સ્કુટર મોટરસાયકલ્સ અને કારમાં ઉમટી પડી ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનું પ્રદર્શન કર્યું હતું.

બપોરે એક વાગ્યે રેલીની શરૂઆત રો ગ્રીન પાર્ક, કિંગ્સબરીથી શરૂ થઇ હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે આ રેલી હેરો, સાઉથ હેરો, હેરો ઓન ધ હિલ, સડબરી, આલ્પર્ટન, ઇલીંગ રોડ, વેમ્બલી હાઇરોડ, સત્તાવીસ પાટીદાર હોલ જઇ પહોંચી હતી.

આ પ્રસંગે માર્ગ પર ઉપસ્થિત અન્ય ભારતીયો અને દુકાનદારોએ પણ રેલી અને તેમાં જોડાયેલા સૌ કોઇને વધાવી લીધા હતા. તો કેટલાક લોકે ઢોલ ત્રાંસા વગાડી ઉજવણી કરી હતી. રેલીના કારણે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સર્જાઇ હતી.

રેલીમાં જોડાયેલા મોટાભાગના મોટરસાયકલ સવારો તાજેતરમાં ભારતથી આવેલા યુવાન – યુવતીઓ હતા અને ફૂડ ડીલીવરી કરતા વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

LEAVE A REPLY

16 − 1 =