(@BCCI X/ANI Photo)

લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ 192માં ઓલઆઉટ થઈ ગઈ હોવાથી રસપ્રદ બની હતી. આ ટાર્ગેટનો પીછો કરતાં ભારતે ઓપનર જયસ્વાલ, કરુણ નાયર, કેપ્ટન શુભમન ગિલ અને નાઇટ વોચમેન આકાશદીપની વિકેટ ગુમાવી હતી. અને ભારતને વિજય માટે હવે માત્ર 135 રનની જરૂર છે. ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બંને ટીમો 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતના ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં ચોથા દિવસે ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં માત્ર 192 રન કરી શક્યું હતું. આમ ભારતને જીતવા માટે 193 રનનો ટારગેટ મળ્યો હતો. રવિવારની રમતના અંત સુધીમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 58 રન કરી લીધા હતાં. આમ તેને હજી 135 રનની જરૂર છે. રવિવારની રમતને અંતે લોકેશ રાહુલ 33 રન સાથે રમતમાં હતો.

ટેસ્ટનો ચોથા દિવસ ભારતીય બોલર્સના નામે રહ્યો હતો. ઇંગ્લેન્ડે વિના વિકેટે બે રનના સ્કોરથી ઇનિંગ્સ આગળ ધપાવી હતી. બીજા દાવમાં જો રૂટ અને કેપ્ટન બેન સ્ટોક્સે લડાયક બેટિંગ કરી હતી. રૂટે 96 બોલમાં માત્ર એક ચોગ્ગા સાથે અડિખમ બેટિંગનું પ્રદર્શન કરીને 40 રન ફટકાર્યા હતા તો સ્ટોક્સે 96 બોલમાં 33 અને હેરી બ્રુકે 23 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગ્ટન સુંદરે રૂટ, સ્ટોક્સ અને જેમી સ્મિથ એમ ત્રણ અત્યંત મહત્વની વિકેટો ખેરવી દેતાં ઇંગ્લેન્ડ બેકફુટ પર આવી ગયું હતું. સુંદરને સામે છેડેથી જસપ્રિત બુમરાહ સહિતના બોલર્સનો મજબૂત સહકાર સાંપડ્યો હતો. સુંદરે 12.1 ઓવરમાં માત્ર 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો બુમરાહ હંમેશની માફક અસરકારક રહ્યો હતો. તેણે અને મોહમ્મદ સિરાઝે બે બે વિકેટ લીધી હતી.

પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી રિષભ પંતે 74 રન, કેએલ રાહુલે સદી અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ૮૪ રનમાં ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ લીધી હતી.ભારત તરફથી જસપ્રીત બુમરાહ 74 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજને બે બે વિકેટ મળી હતી.

LEAVE A REPLY