કોરોનાના કારણે વિશ્વભરના ઉદ્યોગધંધાને ફટકો પડ્યો છે. આમાં ઈ-કોમર્સ પણ બાકાત નથી. એક અહેવાલ અનુસાર, એશિયામાં ઓનલાઈન માર્કેટને ૨૦૨૪ સુધીમાં ૨.૫ ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે. અગાઉ ૨૦૨૪ સુધીમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં ૧.૫ ટ્રિલિયન ડોલરનો વધારો થાય એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો.
જોકે, અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે કોરોનાના કારણે ગ્રોસરીના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે આ ઈ-કોમર્સ માર્કેટમાં કોરોના મહામારી દરમિયાન પણ મંદી આવી નથી, પરંતુ જીવન જરૃરી ચીજવસ્તુઓ સિવાયની ખરીદી ઘણી ઘટી ગઈ છે. ખાસ તો ફેશન અને બ્યૂટી પ્રોડક્ટના ઓર્ડરમાં ઘરખમ ઘટાડો થયો છે. તેના કારણે એશિયાના ઈ-કોમર્સ માર્કેેટને ધારણા પ્રમાણેનો વૃદ્ધિદર મળશે નહીં.
ચીન ઈ-કોર્મસનું સૌથી મોટું માર્કેટ હશે. ૨૦૨૪ સુધીમાં ચીનનું વાર્ષિક ઓનલાઈન માર્કેટ ૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે, ભારતમાં આ બિઝનેસને ફટકો પડશે. ગ્રોસરી સહિતની ચીજવસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાનું વલણ વધ્યું હોવા છતાં અન્ય ચીજવસ્તુઓનું ઓનલાઈન માર્કેટ ઘટયું છે. એશિયામાં ભારતના ઈ-કોમર્સ માર્કેટનો મોટો હિસ્સો છે.