પેરિસની સૌથી ઉંચી બિલ્ડિંગ- ટુર મોન્ટપાર્નેસ પર ચઢનાર વ્યક્તિની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. આ અજાણ્યા વ્યક્તિએ અન્ય કોઇ મદદ લીધી નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ તે 210 મીટર ઉંચાઇએ પહોંચ્યો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. તેણે વહેલી સાંજે ચઢવાનું શરૂ કર્યું હતું અને તેને રેસ્ક્યુ વર્કરે દોરડાની મદદથી ટાવરની છત પરથી રાત્રે આઠ કલાકે પકડી લીધો હતો. આ બિલ્ડિંગ પર પ્રથમવાર કોઇએ ચઢાણ નથી કર્યું. અગાઉ વર્ષ 2015માં ટુર મોન્ટપાર્નેસ પર ફ્રેન્ચ સ્પાઇડરમેન અલેઇન રોબર્ટ હાથમાં નેપાળનો ધ્વજ લઇને ચઢાણ કર્યું હતું. તેણે આ ચઢાણ નેપાળમાં વિનાશક ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સાહસ ખેડ્યું હતું. ટુર મોન્ટપાર્નેસ એફિલ ટાવર જેટલું ઉંચું તો નથી પરંતુ પેરિસ સિટી સેન્ટરની એક માત્ર સૌથી ઉંચી બિલ્ડિંગ છે.