ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન (ફાઇલ તસવીર) (Photo by JOHN THYS/POOL/AFP via Getty Images)

યુરોપમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન પણ ગુરુવારે કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાના કારણે પ્રભાવિત થયેલા મોટા ગજાના નેતાઓની યાદીમાં હવે મેક્રોનનુ નામ પણ જોડાયું છે. આ અંગે તેમની ઓફિસે એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, મેક્રોન હાલમાં ક્વોરેન્ટાઈન થયા છે અને સાત દિવસ માટે તેઓ અલગ રહેશે તથા આ દરમિયાન પોતાનુ કામ ચાલુ રાખશે.

ફ્રાંસમાં અત્યાર સુધીમાં 24 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને લગભગ 60,000 લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા કોરોના સંક્રમિત થયેલા મોટા ગજાના નેતાઓમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તથા બ્રાઝિલના પ્રેસિડન્ટ બોલસોનારોનો પણ સમાવેશ થાય છે.