Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

દિલ્હીના સીમાડે ખેડૂતોના આંદોલનની વિરુદ્ધની અને સમર્થનની વિવિધ પિટિશનની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે અમે કાયદા સામે વિરોધના મૂળભૂત અધિકારીને માન્ય રાખીએ છીએ. દિલ્હી બોર્ડરમાં ખેડૂતોના દેખાવો ચાલુ રહી શકે છે, પરંતુ રાષ્ટ્રીય રાજધાનીને બ્લોક કરી શકાય નહીં. કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલન ગુરુવારે સતત 23માં દિવસે ચાલુ રહ્યું હતું.

કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ખેડૂતોને પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ માટે કોર્ટ તેમને રોકશે નહી. ખેડૂતોના દેખાવોમાં અત્યાર સુધી કોઈ પણ વસ્તુને નુકસાન થયુ નથી એટલે આંદોલન યોગ્ય જ છે. જોકે કોર્ટે માન્યુ હતુ કે, આ આંદોલનથી બીજા લોકોને પરેશાની ના થાય તે માટે આંદોલન કરવાનો પ્રકાર બદલાવો જોઈએ.

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શરદ બોબડેએ કહ્યુ હતું કે, જો એટર્ની જનરલ આશ્વાસન આપે કે કૃષિ કાયદા હમણાં લાગુ નહી થાય અને કોઈ બીજી કામચલાઉ કાર્યવાહી કરવામાં નહી આવે તો સુપ્રીમ કોર્ટ સમિતિ બનાવવા પર આગળ વધશે.

તેના જવાબમાં એટર્ની જનરલે કહ્યુ હતુ કે, આ અંગે સરકાર સાથે વાત કરીને હું સુપ્રીમ કોર્ટને જાણ કરીશ.એ પછી કોર્ટે કહ્યુહ તુ કે, હાલમાં ખેડૂત સંગઠનોને પિટિશન કરનાર પોતાની પિટિશન મોકલી આપે અને જરુર પડે તો તેની આગળ સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને સૂચન કર્યું હતું કે, થોડા સમય માટે નવા કાયદાનો અમલ રોકવામાં આવે જેથી ખેડૂતો સાથે વાતચીત શકય બનશે. દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આંદોલન કરવુ એ ખેડૂતોનો મૌલિક અધિકાર છે પણ તેમાં બીજાના અધિકારો પણ યથાવત રહે તે પ્રકારે સંતુલન હોવુ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, લોકો ઉત્તરપ્રદેશથી હરિયાણા નોકરી કરવા જાય છે અને તેઓ આ આંદોલનના કારણે છેલ્લા કેટલાય દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, આ વાત સાચી છે પણ પ્રદર્શન કરવું પણ ખેડૂતોનો અધિકાર છે.