Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લવ જેહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ સરકારની કેબિનેટ બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટેના કાયદાના બિલને શનિવારે મંજૂરી આપી આપી હતી. આ બિલમાં વિધાસનભામાં મંજૂરી સાથે કાયદો બનશે તો કાયદાનો ભંગ કરનારાને ૧૦ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાના દંડ થશે

આ ખરડાની માહિતી આપતા મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગ્ન માટે કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવામાં આ કાયદો મહત્વપૂર્ણ અને અસરકારક સાબિત થશે. જે પણ લોકો કાયદાનો ભંગ કરશે તેની વિરુદ્ધ બિન જામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવશે.

કેબિનેટની મંજૂરી મળી ગયા બાદ હવે આ બિલને વિધાનસભામાં પસાર કરવા માટે રજુ કરવામાં આવશે. આ બિલ રીલિજિયસ ફ્રીડમ એક્ટ ઓફ ૧૯૬૮નું સ્થાન લેશે. કોઇ પણ વ્યક્તિ બળજબરીથી, લલચાવી, લગ્ન માટે કે અન્ય કોઇ પણ એવા હેતુ માટે કોઇ વ્યક્તિનું ધર્માંતરણ કરાવશે તો તેને આ કાયદો લાગુ પડશે અને તેની સામે ગુનો દાખલ કરાશે. આ કાયદાના ભંગથી થયેલા લગ્નને ફોક ગણવામાં આવશે અને માન્ય નહીં રખાય. જે લોકો ધર્માંતરણ કરવા માગતા હોય તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ૬૦ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.

કાયદાનો ભંગ કરનારાને ત્રણ વર્ષથી પાંચ વર્ષની કેદ, ૫૦ હજાર રુપિયાનો દંડ કરવામાં આવશે. સાથે જ એકથી પાંચ વર્ષ અને ૨૫ હજાર રુપિયાના દંડની જોગવાઇ પણ છે. જ્યારે એસસી, એસટી અને સગીર વયનાના બળજબરી કે અન્ય કોઇ કારણસર થતા ધર્માંતરણના કેસમાં બેથી ૧૦ વર્ષ અને ૫૦ હજાર રુપિયાનાં દંડની જોગવાઇ કરાઇ છે. ધર્મ છુપાવી કરાતા લગ્નમાં ત્રણથી ૧૦ વર્ષ અને ૫૦ હજાર રૃપિયાનો દંડ થશે.