ફોટો સૌજન્યઃઃ સુનિલ કોઠારી ફેસબુક પેજ

પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત દિગ્ગજ નૃત્ય ઈતિહાસકાર અને સમીક્ષક સુનિલ કોઠારીનું દિલ્હીની હોસ્પિટલમાં રવિવારે સવારે નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા. ગયા મહિને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સુનિલ કોઠારીનો જન્મ 20 ડિસેમ્બર 1933ના મુંબઈમાં થયો હતો. તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે ભારતીય નૃત્યકલાના વિવિધ પ્રકારનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતીય નૃત્યકલા અંગે 20થી વધુ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકો આસામના નૃત્ય, ભારતીય ડાન્સ, ભરતનાટ્યમ્, ઓડિશી, છકુ, કથક, કુચિપુડી ડાન્સ આધારિત છે.

ભારતના નૃત્યકલા અંગે યોગદાન બદલ સુનિલ કોઠારીને ઘણા સન્માન અને એવોર્ડે્સ મળ્યા હતા. તેમાં સંગીત નાટક એકેડમી એવોર્ડ (1995), ગુજરાત સંગીત નાટક એકેડમીનો ગૌરવ પુરસ્કાર (2000), 2001માં પદ્મશ્રી એવોર્ડ, ન્યૂ-યૉર્કના ડાન્સ ક્રિટિક અસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.