મહેક બુખારી

ગયા વર્ષે સાકિબ હુસૈન અને હાશિમ ઇઝાજુદ્દીન નામના બે યુવાનોની લેસ્ટરના A46 રોડ પર અકસ્માત કરીને હત્યા કરવા બદલ જેલની સજા પામનાર સોશિયલ મીડિયા સ્ટાર – ડબલ કિલર મહેક બુખારી અંગેની ત્રણ હપ્તાની નવી ITV ડોક્યુમેન્ટરી ‘ટીકટોક: મર્ડર્સ ગોન વાયરલ – ધ મધર એન્ડ ડોટર કિલર્સ’ આજે તા. 30ને મંગળવારે રાતના 9થી 10 દરમિયાન પ્રસારિત થઇ રહી છે.

આ ડોક્યુમેન્ટ્રીમાં 160,000થી વધુ ફોલોઅર્સ ધરાવતી ટીકટોક સ્ટાર મહેક બુખારીની વાઇરલ સોશિયલ મીડિયાની દુનિયાની શોધ કરાશે. મહેકની માતા અન્સરીન પણ તેણી સાથે ઘણા ટિકટોક વિડીયોમાં દેખાઈ હતી. પોલીસે અન્સરીન અને મરનાર સાકિબ વચ્ચેના સંબંધોને ઉજાગર કર્યા હતા. આ ડોક્યુમેન્ટરી એ પણ સ્પષ્ટ કરશે કે કેવી રીતે અન્સરીનના નગ્ન ફોટા જાહેર કરવાની ધમકી આખરે બંને પુરુષોના મૃત્યુ તરફ દોરી ગઈ હતી.

તેમણે એટલો જોરદાર અકસ્માત કર્યો હતો કે બે યુવાનોની સ્કોડા કારના બે ટૂકડા થઈ ગયા હતા અને તેમને મરવા માટે સળગતી કારમાં છોડી મહેંક અને તેના સાગરીતો ભાગી છૂટ્યા હતા.

‘ટીકટોક: મર્ડર્સ ગોન વાયરલ’માં બંને મૃતકોના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી છે. તેમાં ભયંકર રાત્રિના સીસીટીવી ફૂટેજ, ઇન્ટરવ્યુ ફૂટેજ, ક્રેશ પહેલાના 999 કોલ પરના સાકિબના અંતિમ શબ્દો પણ સંભળાવવામાં આવશે.

ગયા વર્ષે, મહેક, અન્સરીન, રઈસ જમાલ અને રેકન કારવાન હત્યાના દોષીત સાબિત થયા હતા અને અન્ય ત્રણને માનવવધ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. મહેક હાલમાં 31 વર્ષ અને આઠ મહિનાની અને તેની માતા અન્સરીન બુખારી 26 વર્ષ અને નવ મહિનાની સજા ભોગવી રહી છે.

LEAVE A REPLY

four × three =