પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

ભાજપ સામે લડત માટે વિપક્ષી એકતા મુશ્કેલ બની છે. મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમુલ કોંગ્રેસના એક પછી એક નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યાં છે, તેથી ટીએમસી અને કોંગ્રેસ એકબીજા સામે તલવાર ખેંચી હોય તેવી સ્થિતિ છે.

કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટે બોલાવેલી બેઠક દરમિયાન બંને વચ્ચે એકતા દેખાઈ હતી, પરંતુ ટીએમસી કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચી લાવીને દેશભરમાં તેના વ્યાપમાં વધારો કરવા માટે આક્રમક અભિગમ અપનાવી રહ્યાં છે. બીજી તરફ તે ભગવા બ્રિગેડનો સામનો કરવામાં કોંગ્રેસની નિષ્ફળતા દર્શાવવાની એક પણ તક છોડી રહ્યાં નથી.

ટીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજય આપ્યા બાદ ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવા માગે છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષના ગઠબંધનના નેતા બનવા માગે છે. બીજી તરફ 2014માં ભાજપમાં સત્તા પર આવ્યા પછીથી આ હોદ્દો કોંગ્રેસ પાસે રહ્યો છે.બંગાળમાં સત્તાધારી પક્ષની ટીકા કરતાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે હું શરૂઆતથી કહી રહ્યો છું કે મમતા બેનરજી ભાજપનો ટ્રોજન હોર્સ છે. ટીએમસીની પ્રવૃત્તિઓ દર્શાવે છે કે તેનો મુખ્ય હેતુ કોંગ્રેસને નબળી પાડવાનો અને ભાજપને મદદ કરવાનો છે.

વિરોક્ષ પક્ષોની નેતાગીરી અને રાષ્ટ્રીય સ્તરે હાજરી સ્થાપિત કરવાના ટીએમસીના પ્રયાસો બંને પક્ષો માટે વિવાદના મુખ્ય મુદ્દા છે. જો ટીએમસી તેના પ્રયાસોમાં સફળ થશે તો કોંગ્રેસને મોટું નુકસાન થશે. વિરોક્ષ પક્ષની એકતા ઊભી કરવામાં મમતાની આ મહત્ત્વકાંક્ષી મુખ્ય અવરોધ છે.

ટીએમસી વિપક્ષની બેઠકમાં સામેલ ન થાય તેવી શક્યતા

ટીએમસીએ શનિવારે જણાવ્યું હતું કે સંસદના આગામી શિયાળુ સત્રમાં કોંગ્રેસ સાથે સહકાર સાધવામાં તેને કોઇ રસ નથી. જોકે તે પ્રજા સાથે જોડાયેલા વિવિધ મુદ્દા અંગે બીજા વિરોક્ષ પક્ષો સાથે સહકાર સાધશે.

કોંગ્રેલના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ 28 નવેમ્બરે વિરોક્ષ પક્ષોની બેઠક બોલાવી છે. ટીએમસી આ બેઠકમાં સામેલ ન થાય તેવી પૂરી શક્યતા છે. બંને પક્ષો વચ્ચે ખટરાગ વચ્ચે ટીએમસીએ કોંગ્રેસને સલાહ આપી છે કે તેને યોગ્ય આંતરિક સંકલન કરીને પોતાનું ઘર વ્યવસ્થિત કરવાની જરૂર છે. ટીએમસીના આ નિર્ણયથી માહિગતાર પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે અમને શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ સાથે સંકલન સાધવામાં રસ ધરાવતી નથી.