Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠું થવાની આગાહી કરી છે. આ આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળો જામી રહ્યો છે તેવામાં વરસાદ થવાની પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.

બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા દેખાઈ રહી છે. 30 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં કમોસમી વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત 1 ડિસેમ્બરના રોજ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ અને આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં થયેલા પાછતરા વરસાદમાં ઘણાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.

આ વર્ષે ચોમાસામાં થયેલા પાછોતરા વરસાદમાં સૌરાષ્ટ્ર સહિત અન્ય જગ્યાઓ પર ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યારે હવે કમોસમી વરસાદ ફરી કોઈ મોટી મુશ્કેલી ઉભી ના કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. જો માવઠું સામાન્ય રહ્યું તો ખેડૂતોને નુકસાન થવાની સંભાવના નહિવત છે.કમોસમી વરસાદની આગાહી સાથે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.