ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદે યથાવત્ રાખવામા આવ્યા છે. વિવાદના પગલે તેમણે પદ પરથી આપેલા રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં દરમિયાન 24 જાન્યુઆરીએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાની વિધિ યોજાઇ હતી અને ત્યાર પછી કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જેના પગલે તેમણે પદે રાજીનામુ આપ્યું હતું. હવે મમતા કુલકર્ણીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, મહામંડલેશ્વર પદ પરથી આપેલું મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. હું આભારી છું કે આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મને પદ પર યથાવત્ રાખી છે. આ દરમિયાન કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્ણી નારાયણ ત્રિપાઠીએ પણ પુષ્ટિ કરી કે કુલકર્ણી પોતાની ભૂમિકા પર યથાવત્ રહેશે. મમતા કુલકર્ણીએ 10 ફેબ્રુઆરીએ એક વીડિયો સંદેશમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments