ભારતીય ફૂટબોલ જગતના એક મોટા સમાચારમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગની દિગ્ગજ ક્લબ માન્ચેસ્ટર સિટીની પેરન્ટ કંપની ‘સિટી ફૂટબોલ ગ્રુપ’ (CFG) એ ઇન્ડિયન સુપર લીગ (ISL) ની ટીમ મુંબઈ સિટી ફૂટબોલ ક્લબમાંથી પોતાનો હિસ્સો પાછો ખેંચી લીધો છે.
મળતી માહિતી મુજબ, ઇન્ડિયન સુપર લીગના ભવિષ્ય અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પગલે સિટી ગ્રુપે આ પગલું લીધું છે. 2019માં સિટી ગ્રુપે મુંબઈ સિટી ફૂટબોલ ક્લબમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
મુંબઈ સિટી ફૂટબોલ ક્લબ ISL ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક ગણાય છે. આ ક્લબે અત્યાર સુધીમાં કુલ 4 મહત્વના ટાઇટલ જીત્યા છે, જેમાં:
આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા એક વિશ્વસનીય સ્ત્રોતે જણાવ્યું હતું કે, “મુંબઈ સિટી ફૂટબોલ ક્લબે સિટી ફૂટબોલ ગ્રુપના તમામ શેર ખરીદી લીધા છે.” જોકે, આ સોદાની ચોક્કસ રકમ કે અન્ય વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
સિટી ગ્રુપની વિદાય પછી હવે મુંબઈ સિટી ફૂટબોલ ક્લબની માલિકી ફરી એકવાર બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને જાણીતા બિઝનેસમેન બિમલ પારેખ હસ્તક જાય તેવી પ્રબળ શક્યતા છે.













