ભારતની માનિકા બત્રા અને જી. સાથિયાનની જોડી હંગેરીના બુડાપેસ્ટમાં ગયા સપ્તાહે પુરી થયેલી ડબલ્યુટીટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સ ચેમ્પિયન બની હતી. ફાઇલ ફોટો ((Photo by ANTHONY WALLACE/AFP via Getty Images)

ભારતની માનિકા બત્રા અને જી. સાથિયાનની જોડી હંગેરીના બુડાપેસ્ટમાં ગયા સપ્તાહે પુરી થયેલી ડબલ્યુટીટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સ ચેમ્પિયન બની હતી. ભારતીય જોડીએ ફાઈનલમાં યજમાન હંગેરીના નાન્દોર ઈસેકી અને ડોરા માડારાઝને ૩-૧થી હરાવ્યા હતા. માનિકા અને સાથિયાન મિક્સ ડબલ્સમાં નિયમિત રીતે સાથે રમતાં નથી, તેના કારણે આ વિજય તેમના માટે મહત્વનો રહ્યો હતો. માનિકાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઘણો સારો દેખાવ કર્યો હતો, જો મેડલ સ્હેજમાં ચૂકી ગઈ હતી, જ્યારે એશિયન ગેમ્સમાં ભારતના સીનિયર ખેલાડી શરથ કમલ સાથે મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શકી હતી. ટોક્યો ઓલિમ્પિકની નિષ્ફળતા પછી સાથિયાન માટે આ વિજય તેનો આત્મવિશ્વાસ વધારનારો રહ્યો હતો.
માનિકા મહિલા સિંગલ્સમાં સેમિ ફાઈનલમાં પરાજિત થઈ.