Mass campaign against deportation of Vimal Pandya honored by Queen Elizabeth
Vimal Pandya (Photo - Change.org)

કોરોના મહામારી દરમિયાન આશરે 50 જેટલા પરિવારોને મફત ભોજન પીરસીને ખ્યાતિ મેળવનાર અને આ કાર્ય બદલ ક્વિન એલિઝાબેથ દ્વારા સન્માનિત કરાયેલા ભારતીય મૂળના ગુજરાતના વિમલ પંડ્યાને બ્રિટનથી દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સાઉથ ઇસ્ટ લંડનના રોધરહાઇથના સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા છે અને તેમના દેશનિકાલ સામે ઝૂંબેશ ચલાવી છે.

રોથરહાઇથ રેસિડેન્ટ્સ ગ્રૂપે 42-વર્ષીય વિમલ પંડ્યાના સમર્થનમાં ઓનલાઈન પિટિશન ચલાવી 177,000 થી વધુ સહીઓ એકત્ર કરી છે. 2011માં સ્ટડી વિઝા પર સ્ટુડન્ટ વિઝા પર ભારતથી યુકે આવેલા વિમલ જે કોલેજમાં ભણતા હતા તે સંસ્થાએ વિદેશી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા માટેનું લાઇસન્સ ગુમાવતા તેઓ અંધકારમાં મુકાઈ ગયા હતા.

યુકેમાં રોકાવાની કાયદાકીય લડત હારી જતા સ્થાનિક લોકોએ વિમલને સમુદાયના પ્રિય સભ્ય ગણાવીને આ મામલે લડી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને વિમલના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો કરી રહ્યા છે.

પંડ્યાએ યુકેમાં 11 વર્ષ વિતાવ્યા હોવા છતાં તેઓ ઇમિગ્રેશન ટ્રિબ્યુનલમાં સુનાવણી હારી ગયા હતા અને હવે તે આગામી લડત માટે તેના વકીલો સાથે વાતચીત કરી રહ્યા છે.

વિમલની સામુદાયિક સેવાઓ અંગે ગ્રેટર લંડનના લોર્ડ-લેફ્ટનન્ટ સર કેનેથ ઓલિસાના ધ્યાન પર આ વાત આવતા તેમણે જણાવ્યું હતું કે “બધું કાયદાકીય સીમાઓમાંથી પસાર થયું છે અને આપણે દેશના નિર્ણયનું સન્માન કરવું જોઈએ, પરંતુ… જો કોઈએ દેશને ઘણું બધું આપ્યું હોય, રાણી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હોય, તો મને ખબર નથી કે તેમને શા માટે ખસેડવા જોઈએ.”

લંડનમાં બર્મન્ડસી અને ઓલ્ડ સધર્કના સંસદ સભ્ય, નીલ કોયલે પણ તેમને ટેકો આપ્યો હતો. પરંતુ જજે નોંધ્યું હતું કે ટ્રિબ્યુનલ “એક સાંસદના દૃષ્ટિકોણને બદલે પસાર થતા કાયદાઓ” દ્વારા બંધાયેલ છે.

LEAVE A REPLY

seventeen + fifteen =