REUTERS/Jacob Garcia

મેક્સિકોમાં ગુરુવારે માઇગ્રન્ટથી ખીચોખીચ ભરેલી ટ્રકનો અકસ્માત થતાં ઓછામાં 53 લોકોના મોત થયા હતા. આ ટ્રકમાં કેટલાં લોકો હતા તેની જાણકારી મળી ન હતી, પરંતુ 58 લોકો ઘાયલ થયા હતા. દક્ષિણના રાજ્ય ચિયાપાસમાં આ અકસ્માત થયો હતો. આ રાજ્ય અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસવાની કોશીશ કરતાં માઇગ્રન્ટ માટેનું મહત્ત્વનું ટ્રાન્ઝિટ પોઇન્ટ ગયા છે.

પોલીસના જણાવ્યા અનુસાાર બેકાબુ બનેલી ટ્રકે ભીડવાળા રસ્તા પર લોકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 53 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. ચિયાપાસ રાજ્ય નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ લુઈસ મેનુઅલ મોરેનોએ જણાવ્યું કે મૃત્યું પામનારાઓ અને ઘાયલોમાં મોટાભાગે સેન્ટ્રલ અમેરિકાના પ્રવાસીઓ છે. જોકે તેમની રાષ્ટ્રીયતાની હજી પુષ્ટિ થઈ નથી. મોરેનોએ વધુમાં જણાવ્યું કે બચેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે તેઓ પાડોશી દેશ ગ્વાટેમાલાના છે.