સેંટેબેલના ફંડરેઇઝીંગ કાર્યક્રમમાં થયેલી વાતચીતને યાદ કરતાં પ્રિન્સે જણાવ્યું હતું કે ‘’યુકેના એડિટર્સ સાથે મિત્રતા ધરાવતી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મને વિનંતી કરવામાં આવી હતી કે ‘કૃપા કરીને મીડિયા સાથે આવું ન કરો, તેઓ તમારું જીવન બરબાદ કરી નાંખશે. તમારે સમજવું જરૂરી છે કે યુકે ખૂબ મતાગ્રહી છે.’ જેના જવાબમાં મારે કહેવું પડ્યું હતું કે ‘યુકે મતાગ્રહી નથી, પણ યુકેનું પ્રેસ મતાગ્રહી છે, ખાસ કરીને ટેબ્લોઇડ્સ મિડીયા.’ જો માહિતીનો સ્રોત ભ્રષ્ટ અથવા જાતિવાદી અથવા પક્ષપાતી છે, તો તે બાકીના સમાજમાં ફિલ્ટર કરે છે.’’

ઓપરાએ પૂછ્યું કે શું કુટુંબમાં કોઈએ કહ્યું હતું કે તેઓ શાહી જીવનમાંથી બહાર નીકળવું પડ્યું તે માટે દિલગીર છે કે તેમને અસમર્થિત હોય તેવું લાગ્યું છે. હેરીએ કહ્યું હતું કે ‘ના. દુ:ખની વાત એ નથી. પણ મદદ માંગવા છતાં ત્રણ વર્ષ પછી પણ કશું થયું ન હતુ. અમારી લાગણી એ છે કે આ અમારો નિર્ણય હતો, તેથી પરિણામ પણ અમારે ભોગવવાનું હતું. તે ખરેખર સખત રહ્યું છે. કારણ કે હું પ્રયાસ કરી રહ્યો છું, હું તેમની સાથે સિસ્ટમનો એક ભાગ છું અને હું હંમેશા રહ્યો છું. હું ખૂબ જાગૃત છું કે મારો ભાઈ તે સિસ્ટમ છોડી શકતો નથી, પણ હું છોડી શકુ છું. પિતા પ્રિન્સ ચાર્લ્સ સમાધાન કરી ચૂક્યા છે.’’