.(PTI Photo)

મેડિકલના અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે એક મહત્વનો આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ મુજબ અન્ય પછાત જાતિઓ (ઓબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુસી) માટે અનામત લાગુ થશે. તેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS / MD / MS / Diploma / BDS / MDS) માટે OBCને 27% અને EWS ક્વોટાવાળાને 10 ટકા અનામત મળશે. ઓલ ઈન્ડિયા ક્વોટા સ્કીમ (AIQ) અંતર્ગત તેનો લાભ મળશે. આ સ્કીમ 2021-22ના સત્રથી શરૂ થશે.

વડાપ્રધાન મોદીએ થોડા દિવસો પહેલા આ અંગે રિવ્યુ બેઠક પણ કરી હતી. ઘણાં લાંબા સમયથી OBCને ઓલ ઈન્ડિયા ક્વોટા અંતર્ગત અનામત આપવાની માગણી થઈ રહી હતી. વડાપ્રધાન મોદીએ 26 જુલાઈના રોજ રિવ્યુ બેઠકમાં તેનું જલ્દી સમાધાન શોધવા પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, NDAના અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સાંસદોના એક પ્રતિનિધિ મંડળે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષા ક્વોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાત (ઈડબલ્યુએસ) વર્ગના ઉમેદવારોને માટે અનામત લાગુ કરવા માગણી કરી હતી.