રાજસ્થાન રોયલ્સના જોસ બટલર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલી (ANI Photo)

શનિવારે (6 એપ્રિલ) જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની આઈપીએલની મેચમાં ક્રિકેટ ચાહકોને ઝમકદાર બેટિંગ સાથે ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી નિહાળવાનો લહાવો મળ્યો હતો.

પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી વિરાટ કોહલીએ 67 બોલમાં સદી કરી હતી અને 72 બોલમાં ચાર છગ્ગા અને 12 ચોગ્ગા સાથે 113 રન કરી અણનમ રહ્યો હતો. કોહલીએ ઈનિંગની શરૂઆતથી અંત સુધી બેટિંગ કરી હતી.

એ પછી જો કે, રાજસ્થાન રોયલ્સ માટે જોસ બટલરે પણ ઓપનિંગમાં આવી છેક સુધી અણનમ રહી 58 બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગા સાથે 100 રન કર્યા હતા. તેની સદીએ ટીમને વિજયની મંઝિલે પહોંચાડી હતી અને કોહલીની સદી એળે ગઈ હતી.

કોહલીએ જો કે, આઈપીએલમાં સૌથી વધુ સદીનો પોતાનો રેકોર્ડ વધુ મજબૂત બનાવ્યો છે. તે આ સ્પર્ધામાં 8 સદી સાથે પ્રથમ ક્રમે છે, તેના પછી બીજા ક્રમે ક્રિસ ગેઈલ અને જોસ બટવર છ-છ સદી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. તો કોહલી 67 બોલમાં સૌથી ધીમી આઈપીએલ સદીમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે.

100મી મેચમાં બીજી સદી કરી જોસ બટલરે એક વધુ રેકોર્ડ કર્યો છે. આવો રેકોર્ડ લખનઉના સુકાની કે. એલ. રાહુલના નામે પણ છે.

LEAVE A REPLY

13 + 14 =