અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી માઇગ્રન્ટ્સની ભયજનક દરે અટકાયત અને તેમને દેશનિકાલ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને દેશનિકાલ કરાયેલા માઇગ્રન્ટ્સને મોકલવા માટે ત્રીજા વિશ્વના અનેક દેશો સાથે સમજૂતી કરી હતી. ઓસ્ટ્રેલિયામાં પણ લેબર સરકારે માઇગ્રન્ટ્સને ત્રીજા વિશ્વના દેશોમાં દેશનિકાલ કરવા માટે નવી વ્યવસ્થા ઊભી કરી છે. સરકારે સપ્ટેમ્બરમાં નાઉરુ સાથે એક ગુપ્ત સમજૂતી કરી હતી, જે અંતર્ગત દેશનિકાલ કરાયેલા પ્રથમ ગ્રુપનો સમાવેશ કરવા માટે આ નાના માઇક્રોનેશિયન ટાપુને ત્રણ દસકામાં 2.5 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર આપવાની ખાતરી આપી હતી. આ બંને દેશો દ્વારા માઇગ્રન્ટ્સને હવે એવા દેશોમાં મોકલી શકાય છે જેની સાથે તેમનો અગાઉ કોઈ સંબંધ નથી.
ગત વર્ષે યુકેમાં, વડાપ્રધાન કીર સ્ટારર્મરની લેબર પાર્ટીએ વચન આપ્યું હતું કે, રવાન્ડામાં લોકોને દેશનિકાલ કરવાની અગાઉની કન્ઝર્વેટિવ સરકારની યોજનાને તેમણે સ્વીકાર નથી. આમ છતાં, લેબર સરકારે ગત વર્ષે 35,000 જેટલા માઇગ્રન્ટ્સનો દેશનિકાલ કર્યો હતો, જે 2023 કરતાં 25 ટકા વધુ હતા. યુકેમાં જે માઇગ્રન્ટ્સના અસાઇલમ દાવાના ફગાવવામાં આવ્યા હતા તેમના માટે વડાપ્રધાન સ્ટારર્મરે ત્રીજા વિશ્વના દેશોમાં ‘રીટર્ન હબ’ સ્થાપવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ દરમિયાન કટ્ટર જમણેરી- રીફોર્મ પાર્ટીએ પણ જો તેને આવનારી ચૂંટણીઓમાં સત્તા મળશે તો હજ્જારો લોકોને અટકાયતમાં રાખવા અને તેમની હાંકી કાઢવા માટે મિલિટરી સ્થાનોનો ઉપયોગ કરવા માટેની ‘સામૂહિક દેશનિકાલ’ની યોજના રજૂ કરી હતી.
આ પ્રકારની નીતિઓ ટૂંક સમયમાં યુરોપના દેશોમાં પણ જોવા મળી શકે છે. મે મહિનામાં, યુરોપિયન કમિશને એક પ્રસ્તાવ જાહેર કર્યો હતો કે, યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને આશ્રય ઇચ્છતા માઇગ્રન્ટ્સને ત્રીજા વિશ્વના દેશોમાં દેશનિકાલ કરવાની મંજૂરી અપાશે.
માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની સમસ્યારૂપ માનવામાં આવતી આ કામગીરી નવી નથી. માઇગ્રન્ટ્સને બળજબરીથી દૂર કરવા માટે અનેક દેશો સદીઓથી વિવિધ યુક્તિઓ અજમાવે છે.
આજે, વિશ્વભરના દેશો તેમના માઇગ્રેશન વ્યવસ્થા તંત્રમાં દેશનિકાલને તેમની મુખ્ય કામગીરી માને છે. જોકે, તાજેતરમાં વધારવામાં આવેલી અટકાયત અને દેશનિકાલની કામગીરીને માઇગ્રન્ટ્સની ઝડપી ગુનાખોરી અને સજાને દર્શાવે છે, જે કથિત રીતે ઉદારવાદી પશ્ચિમી દેશોમાં વધી રહેલી તાનાશાહી સાથે જોડાયેલી છે.
અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં, તે ગુનાઇત ભાષા છે, જે એક સમયે જમણેરી મીડિયાનો વિશેષાધિકાર હતી. હવે આ ભાષા વિવિધ રાજનેતાઓ દ્વારા બોલવામાં આવે છે અને હવે તેનો કાયદામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેથી તેનો ઝડપથી અમલ થઇ રહ્યો છે, જેને માઇગ્રેશન એક્સપર્ટ એલિસન માઉન્ટ્ઝ ‘અસાઇલમનું મોત’ કહે છે, અને દેશનિકાલની પ્રક્રિયા સામાન્ય બની ગઇ છે.
ગાઝામાં નરસંહાર જેવા મુદ્દાઓ પર રાજકીય બળવાને દાબવા માટે પણ અટકાયત અને દેશનિકાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે પોતાની સત્તાના પ્રથમ વર્ષમાં દસ લાખ લોકોને દેશનિકાલ કરવાના આપેલા વચનનો ઝડપી અમલ કરવા માટે, ગ્વાન્ટાનામો બે સહિત અગાઉની જેલો અને મિલિટરી સ્થાનો પર તાત્કાલિક ડીટેન્શન સેન્ટર શરૂ કર્યા હતા. વિવિધ રીપોર્ટમાં જણાવ્યા મુજબ, સરકારે દેશનિકાલ કરાયેલા માઇગ્રન્ટ્સને સ્વીકારે તેવા ત્રીજા વિશ્વના 58 દેશોનો પણ સંપર્ક કર્યો હતો, જેના માટે આ દેશોએ સહમતિ દર્શાવી હતી અથવા અગાઉથી માઇગ્રન્ટ્સને આશ્રય આપ્યો હતો. ઘણા કેસમાં, માઇગ્રન્ટ્સ જ્યારે આવે ત્યારે તેમને હોટેલ, જેલ અને કેમ્પ્સમાં ફરીથી અટકાયતમાં રાખવામાં આવે છે, જેમાંથી કેટલાકને ફરીથી દેશનિકાલ કરવામાં આવે છે.

LEAVE A REPLY