
ભારતમાં યોજાઇ રહેલી મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાંથી મિસ ઈંગ્લેન્ડ મિલા મેગી અધવચ્ચેથી ખસી ગઈ હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે માતાના સ્વાસ્થ્યને લગતી કથિત કૌટુંબિક કટોકટીને કારણે તેને અધવચ્ચેથી આ વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધામાં છોડી દીધી હતી તેની જગ્યાએ હવે મિસ ઇંગ્લેન્ડની ફર્સ્ટ રનર-અપ ચાર્લોટ ગ્રાન્ટે તેના દેશનું પ્રતિનિધિત્વ કરશે.
મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા 10 મેના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય સમારોહ સાથે શરૂ થઈ હતી અને મે સુધી ચાલુ રહેશે. અગાઉ મિલા મેગીએ વ્યક્તિગત અને નૈતિક ચિંતાઓનો હવાલો આપીને તેલંગાણામાં ચાલી રહેલી મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 7 મેના રોજ હૈદરાબાદ પહોંચેલી 24 વર્ષીય મેગી 16 મેના રોજ યુકે પરત ફરી હતી.
બ્રિટિશ ટેબ્લોઇડ ધ સનને આપેલા નિવેદનમાં મેગીએ આ સ્પર્ધાના વાતાવરણ પ્રત્યે નિરાશા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તે ‘હેતુ સાથે સુંદરતા’ની અપેક્ષાઓ સાથે સુસંગત નથી.સ્પર્ધકો પાસેથી હંમેશા મેક-અપ રહેવાની અને દિવસભર બોલ ગાઉન પહેરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, નાસ્તા દરમિયાન પણ પણ આવી અપેક્ષા રાખવામાં આવતી હતી. “આ સ્પર્ધા માટેના ફાઇનાન્સર્સ એવા આધેડ વયના પુરુષો સાથે હળવેથી મળવાનું કહેવામાં આવ્યું ત્યારે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
