મ્યુનિસિપાલિટી
પ્રતીકાત્મક તસવીર

કેનેડાની સૌથી મોટી મ્યુનિસિપાલિટીઓમાં સ્થાન ધરાવતી મિસિસૌગાની સિટી કાઉન્સિલે હિન્દુ વિરોધી તિરસ્કારને ઔપચારિક રીતે માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો છે.
મિસિસૌગા સિટી કાઉન્સિલ દ્વારા બુધવારે સર્વાનુમતે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જે દેશની સાતમી સૌથી મોટી મ્યુનિસિપાલિટી અને ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)નો હિસ્સો છે. આ ઠરાવમાં દેશ અને શહેરમાં હિન્દુ વિરોધી તિરસ્કારની ઘટનાઓનો ઉલ્લેખ કરીને નોંધવામાં આવ્યું હતું કે, ‘મિસિસૌગાના મંદિરોમાં તોડફોડ, સ્થાનિક હિન્દુઓ અંગે ખોટી માહિતી અને ઓનલાઈન પરેશાન કરવાની બાબતો અને સ્થાનિક સ્કૂલોમાં હિન્દુ વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર’ જેવી ઘટનાઓનો સામેલ છે પરંતુ તે મર્યાદિત નથી, આથી ‘હિન્દુ સમાજમાં ચિંતા અને ભય ઊભો થાય છે.’ આ અંગે ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મિસિસૌગામાં, ‘વંશવાદ, યહૂદી વિરોધી વલણ, ઇસ્લામોફોબિયા, તમામ પ્રકારના તિરસ્કાર અને ભેદભાવને સ્વીકારવામાં આવ્યો નથી અને હિન્દુ વિરોધી તિરસ્કારને માન્યતા આપવી અને તેની નિંદા કરવી પણ એટલી જ મહત્વની છે.’ આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ શહેર ‘હિન્દુ વ્યક્તિઓ, સંગઠનો અથવા મંદિરો વિરુદ્ધ ભેદભાવના મૌખિક, શારીરિક, ડિજિટલ અથવા સંસ્થાકીય કૃત્યો સહિતના તમામ સ્વરૂપોમાં હિન્દુ વિરોધી તિરસ્કારની ઔપચારિક રીતે નિંદા કરે છે.’

LEAVE A REPLY