શટડાઉન

અમેરિકામાં ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ફેડરલ સરકારે શટડાઉનનો અંત લાવવા માટે કોઇ પગલાં ન લેતા શુક્રવારથી દેશના 30 મુખ્ય એરપોર્ટ પર 10 ટકા ફ્લાઇટ્સમાં કાપ મુકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દેશના ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉન દરમિયાન 13 હજાર એર ટ્રાફિક કંટ્રોલર્સ અને 50 હજાર ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એજન્ટોને પગાર વગર કામ કરવાની ફરજ પડી હતી. આ પગલાંથી વધુ ખરાબ અસર ઊભી થઈ હતી, જેના કારણે ફ્લાઇટસના સંચાલનમાં વિલંબ થયો છે અને એરપોર્ટ સીક્યુરિટીમાં પ્રવાસીઓની લાંબી લાઇનો લાગી હતી. સેક્રેટરીએ આ અસર પામેલા 40 એરપોર્ટસના નામ જાહેર કર્યા નહોતા, પરંતુ આ કાપ ન્યૂયોર્ક સિટી, વોશિંગ્ટન ડીસી, શિકાગો, આટલાન્ટા, લોસ એન્જલસ અને ડલ્લાસ સહિતના 30 સૌથી વ્યસ્ત એરપોર્ટ પર લાગુ કરવાનું અનુમાન હતું. એવિએશન એનાલિટિક્સ ફર્મ- સિરિયમના જણાવ્યા મુજબ, આ કાપના કારણે 1,800 ફ્લાઇટ્સ અને 268,000થી વધુ એરલાઇન સીટો ઘટશે. આ કાપ મુકવાનો ઉદેશ્ એર ટ્રાફિક કંટ્રોલર્સ પરનું ભારણ ઓછું કરવાનો હતો. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ ચેતવણી આપી હતી કે, જો એર ટ્રાફિકની વધુ મુશ્કેલીઓ સર્જાશે તો શુક્રવાર પછી ફ્લાઇટ સંબંધિત પ્રતિબંધો વધી શકે છે.

LEAVE A REPLY